ગાંધીધામમાં યુવાન પર એક શખ્સે છુરી વડે હુમલો કર્યો
copy image

ગાંધીધામના સુંદરપુરી પાણીના ટાંકા પાસે ઊભેલા એક યુવાન ઉપર એક શખ્સે છુરી વડે હુમલો કર્યો હતો. શહેરના સુંદરપુરી આહીરવાસ ગેટ પાસે રહેનાર મૂળ રાધનપુર-પાટણના યુવાન ઉપર સવારે હુમલો કરાયો હતો. આ ફરિયાદી અને તેના મામાનો દીકરો બને કેટરર્સનું કામ કરે છે. પાંચેક દિવસ અગાઉ સામખિયાળી જૈન દેરાસરમાં જમણવાર હતું ત્યાં કેટરર્સનાં કામ માટે આ બંને યુવાનો તથા તેમની સાથે કામ કરનાર શખ્સ પણ ત્યાં ગયો હતો. આ આરોપી ફરિયાદીની હાથમસ્તી કરતાં તેવું ન કરવા જણાવતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કેટરર્સના કામથી યુવાન અને તેનો મામાનો દીકરો સુંદરપુરી પાણીના ટાંકા પાસે ઊભા હતા, ત્યારે આરોપી બાઇક લઇને ત્યાં આવ્યો હતો અને ઝઘડો કરી ગાળાગાળી કરી હતી અને તને કીધું હતું ને બીજીવાર મળીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી આરોપીએ છુરી વડે હુમલો કરી યુવાન ને ગંભીર ઇરજા પોહચી હતી . દરમ્યાન રાડારાડ થતાં આરોપી નાસી છુટયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.