આદિપુરમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતાં ડોક્ટરની ધરપકડ
copy image

આદિપુરમાં જી.ઇ.બી. ઓફિસ સામે એસ.એચ.એ.ઝેડ. વિસ્તારમાં ડી.એચ.એમ.એસ.ની ડિગ્રી હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરનારા એક ડોક્ટરની પોલીસે અટક કરી હતી.આદિપુરમાં એસ.ઓ.જી.એ સાંજે આ કાર્યવાહી હાથ ધરી હતી. શખ્સે એ પોલીસમાં અરજી કરી હતી, જેના આધારે જી.ઇ.બી. કચેરી સામે એસ.એચ.એ.ઝેડ. વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં પોલીસે તપાસ કરતાં આ હોસ્પિટલમાંથી લીગ્રોકેન હાઇડ્રોક્લોરીન ઇન્જેક્શન તથા લીગ્રોકેન જેલ, કોટન સ્વોબ, સ્પીરિટ સ્વોબ વગેરે મળી આવ્યા હતા. આ હોસ્પિટલમાં હાજર ડોક્ટરને મેડિકલ નોંધણી અંગે પૂછ પરછ કરાતાં પોતાની પાસે ડી.એચ.એમ.એસ.ની ડિગ્રી હોવાનું અને તેના નોંધણી નંબર પણ જણાવ્યા હતા. કાર્યવાહી દરમ્યાન હાજર સરકારી તબીબે ડોક્ટર આ દવાઓનો ઉપયોગ ન કરી શકે તેવો અભિપ્રાય આપ્યો હતો, જેથી પોલીસે આ દવાઓ જપ્ત કરી ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.