ભુજના કોમ્પ્યુટર કલાસિસમાંથી 5.50 લાખની ચોરી
copy image

ભુજના સ્ટેશન રોડ પર કોમ્પ્લેક્ષમાં કોમ્પ્યુટર ક્લાસીસના તાળાં તોડી ટેબલના ખાનામાંથી રોકડા રૂા. 5.50 લાખની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્ટેશન રોડ પર શાંતિ ચેમ્બર્સમાં એક યુવતી દ્વારા સંચાલિત એનઆઇસીટી કોમ્પ્યુટર ક્લાસીસમાં કોઇ ઈશમે રાત દરમ્યાન તાળાં તોડી ફેંકી દઇને ક્લાસીસમાં પ્રવેશી અને ટેબલના ખાનાનું લોક તોડી તેમાંથી રોકડા રૂા. 5.50 લાખ અને ચેક સહિતની ચોરી થઇ હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી . બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.