મુન્દ્રામાં વાહન તપાસ દરમિયાન 18 હજારનાં શરાબના જથ્થા સાથે એક ઝડપાયો એક ફરારદર
copy image

મુન્દ્રામાં વાહન તપાસ દરમ્યાન નાસેલી કારનો પીછો કરી પોલીસે 18 હજારના શરાબના જથ્થા સાથે બે નાસેલા ઈસમો પૈકી એકને ઝડપી લીધો હતો . મુન્દ્રાના શાત્રીનગર પાસેથી નાસેલી કાર યુ-ટર્ન લઈ શાત્રીનગરના મેદાન બાજુથી નદીમાં લઈ જઈ માંડવી ચોકમાં ગાડીમાંથી બે શખ્સો નાસવા જતા પોલીસે એક શખ્સ ને પકડી પડ્યો હતો. જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. કિ.રૂ.બે લાખમાંથી શરાબના અલગ-અલગ બ્રાન્ડના ક્વાર્ટરીયા નંગ-180 કિ.રૂ. 18,000 તથા એક મોબાઈલ કિ.રૂ.3000 એમ કુલ્લે 2,21,000ના મુદામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી ત્રણે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .