કાનમેરના રણમાં મીઠાંના કબ્જાના વિવાદમાં ફાયરિંગ
કાનમેર તરફનાં રણમાં કબજો કરવા વારંવાર ડખા થતા આવે છે. આવો બનાવ જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો.આ ડખામાં ચારેક લોકોને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી એક યુવાનની હાલત ગંભીર ગણાવાઇ હતી. કાનમેર, જોધપરવાંઢ બાજુનાં રણમાં બે ગામનાં જૂથ વચ્ચે સાંજે હથિયારો વડે જૂથઅથડામણ થઇ હોવાનું બહાર આવ્યું હતું, સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાં એક તરફ ફાયરિંગ પણ કરાયું હતું. મારામારીના આ બનાવમાં શખ્સો ને ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ અંગે સામખિયાળી પોલીસ મથકનો રાત્રે સંપર્ક કરાતાં હોસ્પિટલમાંથી નામ ન આવ્યા હોવાનું હાજર પોલીસ એ જણાવ્યું હતું. ઘવાયેલાઓ પૈકી એક વ્યક્તિ ગંભીર જણાતાં તેમને રાજકોટ લઇ જવાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. સામખિયાળી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.