ભચાઉમાં હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી થી નવજાત શિશુનું મોત

copy image

copy image

ભચાઉની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રશાસનની બેદરકારીથી નવજાત શીશુનું મોત નીપજ્યાની ફરિયાદ નોધાઈ હતી. વામકા ગામે એક મહિલા બીજી વખત ગર્ભવતી બનતાં ભચાઉમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી હતી, જેમાં ડોક્ટરની સૂચના અનુસાર વારંવાર તપાસ કરાવતા હતા. હોસ્પિટલના તબીબની સલાહ પરથી તેમણે સોનોગ્રાફી કરાવતાં બાળકનો બરાબર વિકાસ હતો અને ગર્ભમાં પણ કોઈ તકલીફ જણાઈ ન હતી. આ દરમ્યાન તા. 12/5ના મહિલાને પ્રસવપીડા થતાં હોસ્પિટલમાં ગયાં હતાં, જ્યાં કર્મચારીએ તપાસ કરી હતી. સાંજના સમયે પ્રસવપીડા ઉપડતાં મહિલાને પ્રસૂતિરૂમમાં લઈ જવાયાં હતાં અને પુત્રનો જન્મ થયો હતો. બાળકે બાળસાદ ન આપતાં કર્મચારી નવજાતને ડોક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે બાળકમાં જીવ ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે પ્રસૂતિ વેળાએ કોઈ નિષ્ણાત ડોક્ટર ન હોવા છતાં તેમજ મહિલાને અન્ય હોસ્પિટલમાં ન મોકલી કર્મચારીએ બેદરકારી રાખી તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરાઇ હતી. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી