ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર ટ્રકના હડફેટે આવતા યુવાનનું મોત

copy image

ગાંધીધામમાં ભચાઉ બાજુથી આવતા ધોરીમાર્ગ ઉપર નૂરી મસ્જિદની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રાના કુકડસર ગામમાં રહેનાર યુવાન ગત તા. 24/4ના ગાંધીધામ આવ્યો હતો. કોઇ કામ અર્થે આવેલો આ યુવાન સવારના આરસામાં નૂરી મસ્જિદની સામે ધોરીમાર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે માર્ગ પર દોડતા ટ્રક એ આ યુવાનને હડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું બનાવ સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે શખ્સેએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.