પંજાબમાંથી નકલી ધારાસભ્ય ઝડપાયો : પકડાયેલા સાથી મિત્રને છોડાવવા માટે પોલીસ કર્મીને ફોન કરીને ધમકાવ્યો

copy image

ફિલ્મી સીન જેવો બનાવ પંજાબમાં બન્યો છે. નકલીની બોલબાલા વચ્ચે પંજાબમાંથી નકલી ધારાસભ્ય ઝડપાયો છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે પંજાબમાં નકલી ધારાસભ્ય પોતાના સાથીને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના ભટિંડામાં અનોખો ફીમલી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નકલી ધારાસભ્ય બનીને એક વ્યક્તિએ પકડાયેલા તેના સાથીને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ કર્મીને ધમકાવ્યો હતો. આ વચ્ચે પોલીસ કર્મીને શંકા જતાં અસલી ધારાસભ્યને ફોન કરતાં તમામ ઘટનાનો પરદા ફાશ થયો હતો. બાદમાં નકલી ધારાસભ્ય બનીને ફોન કરનાર આરોપી ઈશમને પકડીને જેલના હવાલે કરી દેવાયો હતો.