અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કારની હડફેટે 10 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો
copy image

ખેડા ખાતે આવેલ કઠલાલ તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર કારે હડફેટે લેતા 10 વર્ષીય માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર 10 વર્ષનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમય દરમ્યાન SUV કારના ચાલકે પૂરઝડપે કાર ચલાવી આ માસૂમ બાળકને હડફેટે લેતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.