અંજારમાં રાતના અંધારમાં ચાર શખ્સોએ છરી અને ધારીયાની અણીએ રૂ.77 હજારના દાગીનાની લૂંટ મચાવી

copy image

અંજારમાં ચાર શખ્સો છરી અને ધારીયું બતાવી રૂ.77 હજારના દાગીનાની લૂંટ મચાવી હતી. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા હિતેષભાઇ સોડાભાઇ કોલી અંજારની સાંગ નદીના કાંઠે મીથીલા સોસાયટી નજીક પતરાવાળા મકાનમાં રહે છે. નોધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.23/12ના રોજ મધ્યરાત્રિએ 12 વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરિયાદી ઘરની બહાર સૂતા હતા તેમજ તેમના માતા અને વેવાણ અને તેમના ભાણેજ ઘરમાં સૂતા હતા. તે સમય દરમ્યાન બે અજાણ્યા ઇસમોએ આવી તેમના મોઢા ઉપર રૂમાલ બાંધી તેઓને ખાટલામાં બાંધી દીધેલ હતા. બાદમાં બન્ને શખ્સોએ તેમને ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદમાં ઘરની અંદર આંખો પરનો રુમાલ ખોલતાં ચાર અજાણ્યા ઇસમો જણાયા હતા, બાદમાં આ અજાણ્યા ઇસમો તેમની માતા પાસે જઇ છરીની અણીએ ધમકાવી સોના-ચાંદીના કુલ રૂ.77,000 ની કીંમતના દાગીનાની લૂંટ મચાવી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ અજાણ્યા ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.