Skip to content
અંજાર : વર્ષ ર૦૧પની મારામારીના કેસમાં નાસતા ફરતા ઈસમને પેરોલ ફરલો સ્કવોડની ટીમે ચાર વર્ષે પકડી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંજાર પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૩૯/૧પ આઈપીસી કલમના કામે નાસતા ફરતા ઈસમ રામજી નારાણ મકવાણા (ઉ.વ.૩૭) (રહે. વરલી, તા. ભુજ)ને પૂર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ એચ.એમ. પટેલ તથા સહાયક ફોજદાર દિપકભાઈ શર્મા, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા, જયપ્રકાશ અબોટી, બાબુભાઈ કલોતરાએ પૂર્વ બાતમીના આધારે અંજારથી ઝડપી પાડી અંજાર પોલીસના હવાલે કર્યો હતો.