ભુજમાં દુકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર આર.આર. સેલેનો દરોડો

ભુજ : શહેરમાં આવેલી આભા હોટલ પાછળ બે કોમ્પલેક્ષ વચ્ચેની ગલીમાં દુકાનમાં ચાલતી જુગાર પર આર.આર. સેલે દરોડો પાડી પાંચ ઇસમોઓને ર૦,૧ર૦ની રોકડ સહિત ૩ર,૧ર૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્ય અનુસાર રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર.આર. સેલના પીએસઆઈ જી.એમ. હડિયા તથા સ્ટાફના મેઘજીભાઈ મહેશ્વરી, દિલીપસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, મહાવીરસિંહ વાઘેલા દારૂ-જુગાર જેવી અસામાજિક બદીઓ નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં રેજનીભાઈ પટેલ (રહે. મૂળ નહેરૂનગર, રાજકોટ) (હાલે જનતાઘર હોટલ, ભુજ) જે બહારથી માણસો બોલાવી ચકલા-પોપટ ગેમ્સના બહાના હેઠળ પોતાના ફાયદા ખાતર નાલ ઉઘરાવી જુગાર રમી – રમાડે છે તેવી સચોટ બાતમીના આધારે છાપો મારતા રજની વલ્લભભાઈ પટેલ ઉપરાંત રજાક અયુબ મોખા, રમેશ હરજી મહેશ્વરી, સંદિપ રમાકાંત જોષી (રહે. મૂળ રાજકોટ, હાલે જનતાઘર હોટલ, ભુજ), ઈમરાન ગફુરભાઈ મકરાણી બલોચ (મૂળ જામનગર, હાલે જનતાઘર હોટલ, ભુજ)ને રોકડા રૂા.ર૦,૧ર૦ તથા છ મોબાઈલ કિંમત રૂા.૧ર હજાર મળી ૩ર,૧ર૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *