ગાંધીધામના કિડાણામાંથી ૪૬ હજારના વિદેશી શરાબ સાથે ૨ શખ્સો ઝડપાયા

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામે ગાયત્રી સોસાયટીમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી શરાબની ૧૦૬ બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસપી પરીક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલીસ લોકસભાની ચૂંટણી અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ પૂર્વ બાતમી આધારે કિડાણા ગામે ગાયત્રી સોસાયટી મકાન નંબર ૧૦૩માં દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો નંગ ૧૦૬ કિંમત રૂ. ૪પ,૮૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. મકાન માલીક કાના અમરાભાઈ ભરવાડા ઉ.વ. ૪ર તથા કપીલ પરમાનંદ રંગનાણી ઉ.વ. ર૮ રહે. ડીબીઆઈ નોર્થ મકાન નંબર ર૪ ગાંધીધામને ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા ઇસમોઓ કેટલા સમયથી વેપલો કરતા હતા શરાબનો જથ્થો કોના પાસેથી મેળવેલ તે ઈસમની વિગતો જાણવા બંને ઇસમોઓને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવા તપાસ હાથ ધરેલ છે. દરોડાની કામગીરીમાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાની સુચનાથી બી ડિવીઝન પીઆઈ ડી.વી. રાણા, પીએસઆઈ એન. આઈ.બારોટ, એએસઆઈ કિર્તીભાઈ ગેડીયા, ગલાલ પારગી, રાજદિપસિંહ, રવિરાજસિંહ, ખોડુભા ચૂડાસમા, જગદીશ, મહિપાર્થસિંહ, નરેન્દ્રસિંહ, કિશનભાઈ તથા તાલીબભાઈ વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *