જવાહરનગરમાં મહિલાએ આપઘાત કર્યો

copy image

જવાહરનગરમાં રહેનારાં મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જવાહરનગરમાં રામદેવ કાંટાની પાછળ હેતાંશી એન્ટરપ્રાઇઝમાં અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. અહીં રહેનારા શ્રમિક પરિવારની એ પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું . આ મહિલાની માનસિક રોગની દવા ચાલુ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. ખરેખર તેણે કેવાં કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.