ગાંધીધામમાં ભાવનગરના વેપારી સાથે 16.16 લાખની ઠગાઇ

ભાવનગરના એક વેપારીને રૂા. 16,16,924નો ભંગાર આપવાનું કહી તેમની પાસેથી પૈસા લઇ બાદમાં માલ ન મોકલાવતાં કે પૈસા પરત ન આપતાં શહેરના એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ભાવનગરમાં એમ. રમેશચંદ્ર એન્ડ કંપની ચલાવતા શખ્સે એ ગાંધીધામના ગ્લોબલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના માણસને લોખંડના ભંગારના ફોટા મોકલવામાં આવ્યા હતા, જેથી બ્રોકર ફરિયાદીને ફોન કરી ગાંધીધામમાં એક પાર્ટી માલ જોવા બોલાવે છે તેવું જણાવ્યું હતું. ફરિયાદીએ આ બંને બ્રોકરને અહીં મોકલાવ્યા હતા. બંને મુન્દ્રા સી.એફ.એસ. એક્ટિવ કાર્ગો એસિડ સર્વિસીસ પ્રા. લિમિટેડમાં મોટા કપાયા ગયા હતા, જ્યાં ગ્લોબલ સ્ટીલના શખ્સે ભંગાર બતાવ્યો હતો. બંનેને માલ પસંદ આવતાં ગાંધીધામ રિદ્ધિ સિદ્ધિ આર્કેડ-1, પ્રથમ માળે, ઓફિસ નં. 110માં જઇ આરોપી ને મળ્યા હતા, જ્યાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ બે ટ્રક ભાવનગરથી મોકલાવી દીધી, જે પૈકી એકમાં 22 ટન તથા બીજીમાં 24.04 ટન માલ ભરી આપવામાં આવ્યો હતો અને ઇનવોઇસ પણ તૈયાર કરાતાં ફરિયાદીએ આરોપીના નાં ખાતાંમાં રૂા. 16,16,924નો ચેક નાખી આપ્યો હતો, પરંતુ આરોપીએ માલ મોકલાવ્યો ન હતો અને ખોટા વાયદા કરી બાદમાં ટ્રકમાંથી માલ પરત ઉતારી લીધો હતો તેમજ ફરિયાદીએ આપેલા પૈસા પણ પરત આપ્યા નહોતા. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી