ગાંધીધામમાં મુસાફર મુદ્દે રિક્ષા ચાલક પર હુમલો

copy image

copy image

ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રિક્ષામાં મુસાફર બેસાડવા મુદ્દે એક શખ્સે ધોકા વડે હુમલો કરતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શહેરના ગણેશનગર સેક્ટર-6 વિસ્તારમાં રહેનાર ફરિયાદી રિક્ષા ચાલક ગત તા. 14-5ના આ વિસ્તારના મચ્છીમાર્કેટમાં હતો. રાતના અરસામાં આ યુવાન મુસાફરોની રાહ જોઈને બેઠો હતો, તેવામાં એક મુસાફરે રેલવે મથકે જવાના ભાવ પૂછતાં ફરિયાદીએ રૂા. 100 કહ્યા હતા. તેવામાં અન્ય રિક્ષા ચાલક એવો આરોપી આવી મારી રિક્ષા નંબરમાં છે મે દોઢસો કહ્યા હતા, તું કેમ ઓછું ભાડું લે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં ધોકો લઈ આવી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેને પગમાં ત્રણેક જગ્યાએ અસ્થિભંગની ઈજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .