મસ્કા ગામમાં ઝઘડાના મનદુઃખે શખ્સ ઉપર છુરી વડે હુમલો
copy image

માંડવીના મસ્કા ગામની મેઈન બજારમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી છરી અને ધોકાથી માર મારી ગંભીર ઈજાઓ પહોચાડતા ફરિયાદ નોધાઈ હતી ફરિયાદીએ માંડવી પોલીસ મથકે આરોપી અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે પોતે મસ્કા ગામની મેઈન બજારમાં ચા પીવા માટે ગયા હતા.એ દરમિયાન આરોપીઓ ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને પેલા થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદીને ભૂંડી ગાળો આપી હતી.ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ છરીથી પેટના ભાગે અને કપાડના ભાગે ઈજા પહોચાડી ધોકાથી માર માર્યો હતો. માંડવી પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી