ગાંધીધામમાં ચાર લોકોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો

humlo1233

copy image

copy image

ગાંધીધામમાં ચાર લોકોએ યુવાનનું અપહરણ કરી તેને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ હતી . પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાના સાત આરોપીને પકડી લીધા હતા . અંજાર તાલુકાના સિનુગ્રાના શખ્સે આ મામલે ફરિયાદ નોંધાવી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , ઓસ્લો જી.આઈ.ડી.સી. પ્લોટ નં. 144માં મિલન આર. એન્જિનીયરિંગ નામનાં કારખાનાંમાં સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં આવેલી બે મહિલા અને બે શખ્સ સહિત કુલ ચાર લોકોએ ફરિયાદીને ગાડીમાં બેસાડી આંખો ઉપર રૂમાલ બાંધી તેને માર માર્યો હતો. એક આરોપીનું નામ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું આરોપીઓએ ઝૂંટવેલા મોબાઈલ ફોન પરત આપી ભોગ બનનારને મચ્છુનગર તથા ગળપાદર ઓવરબ્રિજ પાસે ઉતારી દેવાયો હતો. ફરિયાદીનો ભાઈ યુવતીને ભગાડી ગયો હોવાની બાબત બનાવ પાછળ કારણભૂત હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. દરમ્યાન બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાના આરોપીઓ ને ઝડપી કાર્યવાહી કરી હતી. એક આરોપીનું નામ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું તે આરોપીનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો હતો . તેની સામે દશેક જેટલા દારૂ સંબંધી અને બે અન્ય ગુના નોંધાયા હતા