મુન્દ્રામાં ટ્રેક્ટરનું ટાયર ફાટતાં યુવાનનું મોત
copy image

મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ખાતે સાંજે એક શખ્સની વાડીમાં રહેતો યુવાન ટ્રેક્ટરના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે ટાયર ફાટતાં જોરદાર ધડાકો થયો હતો અને યુવાન આ ટાયર ફાટવાથી ફંગોળાઈને કૂવાની પાળ સાથે અથડાતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.