અંજાર અને ગાંધીધામમાં પોલીસે સાત જુગારિઓને ઝડપી પાડ્યા

copy image

copy image

અંજાર અને ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. અંજાર પોલીસે શહેરના પ્રજાપતિ છાત્રાલયની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ની ધરપકડ કરી હતી. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 13,500 હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીધામ એ- ડિવિઝન પોલીસે શહેરના ખન્ના માર્કેટ ચોકમાં ગંજીપાના વડે રમતા જુગારના પડ ઉપર છાપો માર્યો હતો.આ કાર્યવાહીમાં શખ્સોની રોકડા રૂા.4400 તથા બે મોબાઈલ ફોન કિં. રૂા. 13 હજાર સાથે કુલ રૂા. 17400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા