કણખોઈ ગામમાં દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
ભચાઉના કણખોઈ ગામની એક વાડીમાંથી પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને પકડી પડ્યો હતો કણખોઈ ગામના વાડી વિસ્તારમાં રહેનાર શખ્સેપોતાની વાડીમાં બંદૂક સંતાડી રાખી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ વાડીમાં કાર્યવાહી કરી હતી. આરોપીને સાથે રાખી કાચા મકાનના પાછળના ભાગે ખુલ્લા વાડામાં કોથળામાં તપાસ કરતાં રૂા. 3000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આરોપીએ પાસે બંદૂક કોની પાસેથી લીધેલ હતી તથા તેણે કેવા ઉપયોગ માટે બંદૂક રાખી હતી? , તે કાંઈ બહાર આવ્યું નહોતું. જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .