અબડાસામાં પવનચક્કીના ટાવર્સમાંથી 17 હજારના વાયરની ચોરી

copy image

copy image

અબડાસાના ઐડાની સીમમાં એનટીપીસી કંપનીની પવનચક્કીના ટાવર્સમાંથી રૂા. 17,410ની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . ગત તા. 8/4/24થી 8/5/24 આ ચોરી અંગે  આર્મ ટ્રેક સિક્યુરિટી સર્વિસના સુપરવાઇઝર ઓફિસરે વાયોર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર પવનચક્કીના બે ટાવરમાંથી અલગ-અલગ વાયર જેની કિં. રૂા. 17,410ની કોઇ અજાણ્યો ઈસમ  ચોરી કરી લઇ ગયો હતો . પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી .