ધ્રોબાણાનાં ખેતરમાં ઝાડમાં યુવાને ફાંસો ખાઇ આપઘાત
ભુજના સરહદી ગામ ધ્રોબાણાના હુસેનીવાંઢમાં રહેતા 20 વર્ષીય યુવાનએ ખેતરમાં જારના ઝાડમાં ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. ખાવડા પોલીસ મથકે મૃતકના પિતાએ જાહેર કરેલી વિગતો અનુસાર બપોરે 12 વાગ્યે જમીને યુવાન સૂવા માટે ગયો હતો. બપોરના ત્રણેક વાગ્યે તેના પિતાએ યુવાનને ખેતરમાં જારના ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો, આથી યુવાન ને સારવાર માટે ખાવડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો . ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવાન ના મરણ પાછળના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી હતી .