ભચાઉમાં ધોળા દિવસે મકાનનાં તાળાં તોડી કુલ રૂા. 47,000ની ચોરી
ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનનાં બપોરના આરસામાં તસ્કરોએ તાળાં તોડી મકાનમાંથી રૂા. 47,000ના દાગીના, રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને શહેરમાં એસ માર્ટ નામનો મોલ ચલાવતા શખ્સનાં મકાનમાં ઇસમોએ હાથ માર્યો હતો. ગત તા. 11/5ના ફરિયાદી અને તેમના પત્ની બપોરના અરસામાં બહાર ગયા હતા અને ફરિયાદી મોલ ઉપર ગયા હતા, જ્યારે તેમના પત્ની પરત આવતાં તેમનાં બંધ મકાનના રસોડાનો દરવાજો ખુલ્લો જણાતાં તેમણે પોતાના પતિને ફોન કરતાં તે પોતાનાં ઘરે દોડી આવ્યા હતા. મકાનના મેઇન દરવાજાનાં તાળાં તોડી અંદરથી ચોરી કરનારા તસ્કરોએ અંદરથી મેઇન દરવાજો બંધ કરી નાખ્યો હતો અને બાદમાં રસોડાના દરવાજા ખોલીને નાસી ગયા હતા. દિવસના બપોરના આરસમાં અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટ અને તિજોરીનાં ખાનાં તોડી તેમાંથી રોકડ રૂા. 15,000 તથા ચાર ગ્રામની સોનાની લેડિઝ વીંટી, ચાંદીનું મંગળસૂત્ર તથા બે જોડી ચાંદીના સાંકડા એમ કુલ રૂા. 47,000ની ચોરી કરીને નાસી ગયા હતા. ધોળા દિવસે ચોરી ના બનાવથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી