ભુજમાં અચાનક કારમાં આગ : સદભાગ્યે જાન  હાનિ ટળી

ગરમીના કારણે અવાર નવાર આગના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ભુજમાં લોહાણા ભવન વી.ડી. હાઈસ્કૂલ સામે ઇકો કારમાં આગ ભભૂકી .ભુજમાં અચાનક કારમાં આગ લાગવાના બનાવમાં કારમાં પાંચ લોકો સવાર હતા સદભાગ્યે તમામ લોકોનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેવાયો. જ્યારે ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ. ગરમીના કારણે આગ લાગ્યા હોવાનું કારણ સામે આવ્યું છે . કારમાં આગ લાગતાં ભાગ દોડનો માહોલ સર્જાયો