ગુજરાત એ.ટી.એસની સફળ કામગીરી : અમદાવાદ એરપોર્ટ પર ચાર આતંકવાદીઓની અટકાયત
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકને ગત તા.18/5ના ખાનગી રાહે બાતમી મળેલ કે, મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન,મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસ આમ ચાર શ્રીલંકાના નાગરિકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS)ના સ્ક્રીય સભ્યો તેમજ સ્યૂસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા. તેઓ ભારત માં કોઈ સ્થળે આતંકવાદી ક્રિયાને અંજામ આપવા હવાઈ જહાજ અથવા ટ્રેન દ્વારા 18 કે 19મે ના રોજ અમદાવાદ આવવાના છે જે બાતમીના આધારે એ.ટી.એસ . ગુજરાતની ટિમ દ્વારા હવાઈ જહાજ તેમજ ટ્રેનના બુકિંગ મેનીફેસ્ટો અંગેની વિગતો એકત્રિત કરી તપાસ કરતાં હકીકત ખુલેલ કે ચાર શ્રીલંકાના નાગરિકો જેની ટિકિટ એક જ PNR પર બૂક થયેલ છે તેઓએ કોલંબો થી અમદાવાદ વાયા થી ચેન્નઈ ની હવાઈ જહાજ ની ટિકિટ બૂક કરાવેલ છે. તેઓની બોર્ડિંગ અંગે ની ખાત્રી કરાવતા જાણવા મળેલ કે 19-5ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થનાર છે. ખાત્રી થતાં જ 19મેના સાંજથી અમદાવાદ એરપોર્ટ ખાતે ડિપ્લોય કરાયેલ અને બાતમી વાળા શખ્સોની અટકાયત કરી તેઓને વધુ પૂછપરછ માટે એસ.ટી.એસ ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. ચારે શખ્સો અંગ્રેજી થતાં હિન્દી ભાષા બરાબર ન જાણતા હતા તે માટે તમિલ ભાષાના જાણકાર દ્વારા ઈસમોની પૂછપરછ કરાતા તેઓએ પોતાના પૂરા નામ જણાવ્યા હતા
પકડાયેલ ઈસમોની તપાસ કરતાં મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન માથી જાણવા મળેલ કે તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ તેમજ અબુના જણાવ્યા મુજબ હથિયારોના ફોટા તથા હથિયારો છુપાવેલ છે તે જગ્યાના ફોટા અને લોકેશન પ્રોટોન ડ્રાઈવ તેમજ પ્રોટોન મેઈલ પર શેર કરશે તે જગ્યાએ જઇ હથિયારો મેળવી હથિયારોનો ઉપયોગ કઈ જગ્યા એ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરાશે જેથી એ.ટી.એસ ગુજરાત દ્વારા ટ્રાન્સલેટર સાથે રાખી તાત્કાલિક ઉપરોક્ત મળેલ તપાસ હાથ ધરવામાં આવેલ જે સર્ચ દરમિયાન છે ઇસમો મારફતે ઉપયોગમા લેવાતી પ્રોટોન ડ્રાઈવમા 05 ફોટોગ્રાફ મળેલ જેમાં પાણીની કેનાલ મોટા પથ્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ તેમજ આજુબાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝિન હોવાનું જણાયું હતું. જેમાં ત્રણે પિસ્ટલ પર થી સ્તરનું ચિન્હ છે અને બેન્ક ટ્રેકિંગ ન થઈ શકે તે હેતુથી રિકવર કરવામાં આવેલ ત્રણે પિસ્ટલ પરથી સિરિયલ નંબર ઈરાદાપૂર્વક ભૂસી નાખેલ હોવાનું જણાય છે. આ ત્રણ પૈકી બે પિસ્ટલમાં અટેચ કરેલ મેગઝિન માં 7-7 રાઉન્ડસ તથા એક પિસ્ટલમાં અટેચ કરેલ મેગઝીન્ માં 6 રાઉન્ડસ એમ કુલ 20 રાઉન્ડસ રિકવર કરવામાં આવેલ છે જે તમામ રાઉન્ડસ ઉપર FATA લખેલ છે સર્ચ દરમિયાન મળી આવેલ બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગથન ઈસ્લામિક સ્ટેટનો હોવાનું જણાય છે. વધુમાં જાણવા મળેલ કે તેઓ અબુના કહેવાથી અમદાવાદ આવેલ તેમજ અબુના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા અને આ કામ માટે અબુએ તેઓને 4,00,000 શ્રીલંકન કરન્સી આપેલ હતી. તેમજ કબ્જે કરેલ હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલાવેલ હતા. તેમજ આ ચાર ઇસમો પૈકી મોહમ્મદ નુસરથ પાસે પાકિસ્તાનનાં વેલીડ વિઝ ધરાવે છે.