આદિપુરમાં કોર્ટની પાર્કિંગમાં ઊભેલી કારમાંથી વકીલની લાશ મળી
આદિપુરમાં કોર્ટ પરિસરમાં વકીલની પોતાની કારમાંથી તેમની લાશ મળી આવતાં ભારે અરેરાટી પ્રસરી હતી. આદિપુરના વોર્ડ 4-બી વિસ્તારમાં રહેનાર વકીલની સવારના આરસામાં કોર્ટ પરિસરમાં પાર્કિંગમાં ઊભેલી પોતાની જ કારમાંથી લાશ મળી આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વકીલ ગત તા.18/5ના ન્યાયાધીશના વિદાય સમારંભના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ તે પોતાનાં ઘરે ન પહોંચતાં પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ દરમ્યાન શોધખોળ વચ્ચે સવારે કોર્ટ પરિસરના પાર્કિંગમાં ઊભેલી કારમાંથી તેમની લાશ મળી આવી હતી. વકીલના શ્વાસોચ્છવાસ રુંધાવાનાં કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વકીલના મોતને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી.