ત્રગડીની પરિણીતા એ ઝેરી દવા ગટગટાવી: સારવાર હેઠળ  મોત

copy image

copy image

માંડવીના ત્રગડીની પરિણીતા એ ઝેરી દવા પી લેતાં તેનું તા. 26/4ના સારવાર હેઠળ  મૃત્યુ થયું હતું. આ બનાવમાં પરિણીતાએ   પતિ અને બે નણંદના ત્રાસથી કંટાળીને  આપઘાત કર્યાની ફરિયાદ  પરિણીતાના પિતાએ નોંધાવી હતી . ગામ ખેડા, તા. સાણંદ, જિ. અમદાવાદ રહેતા શખ્સેએ નોંધાવેલી ફરિયાદ મુજબ   સાડા છ એક વર્ષ પહેલાં ત્રગડીમાં . એક વર્ષ સુધી  જમાઈએ ફરિયાદીની દીકરીને બરોબર રાખ્યા બાદ આરોપી  અને બે નણંદ  શારીરિક તથા માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોએ ઝઘડા કરતા હોઈ અગાઉ પરિણીતા એ એસીડ પી લીધું હતું, પરંતુ સમયસર સારવાર થતાં  બચી ગયા હતા. ત્યારબાદ  ફરિયાદી તેમની  દીકરીને ઘરે  લાવ્યા હતા, પણ ઘર-સંસાર ન બગડે તેથી  સમજાવીને પરત સાસરિયામાં મૂકી આવ્યા હતા. હાલ ફરી આરોપીના ત્રાસથી ઝેરી દવા પી લીધાનું સારવાર દરમ્યાન જ પરિણીતા એ ફરિયાદીને જણાવ્યું હતું. સારવારમાં પરિણીતા નું મૃત્યુ થતાં   આરોપીઓ વિરુદ્ધ માંડવી મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી .