ભુજની ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરીઓની  તસ્કરી

copy image

copy image

ભુજના પોશ વિસ્તારમાં ચોરીના બનાવો વધ્યાની ફરિયાદ  ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી જેની  કિં. રૂા. 10,000ની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ હતી ઓરિએન્ટ કોલોનીમાં રહેતા વેપારીએ  નોંધાવેલી ફરિયાદ અનુસાર  તા. 17/5ના મધ્ય રાતે બે અજાણ્યા ઈસમોએ મોટર સાઈકલથી આવીને જનરલ પાર્કિંગમાં  રાખેલી ફરિયાદીની બે કારમાંથી બેટરીઓ  જેની કિં. રૂા. 10,000વાળી કાઢીને ચોરી કરી હતી. જ્યારે આ ચોરી નૂતન સોસાયટી સામે બંધ મકાનમાંથી  થઈ હતી .  જે અંગે  બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.  આમ આવા પોશ વિસ્તારમાં ચોર સક્રિય થયા હોવાથી કોઈ મોટી ચોરીના બનાવ બને તે પૂર્વે પોલીસ ધાક બેસાડતી કામગીરી કરે,  તેવી રહેવાસીઓની માગ ઉઠી છે.