કચ્છમાં અપમૃત્યુના અલગ-અલગ ચાર બનાવો
નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5 2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે પથારીવશ થયા બાદ તેમનું મોત થયું હતું આણંદસર ખાતે રહેતા શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર પાસેની શાળા નજીક આકસ્મિક રીતે પડી જતા તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા રજા આપી દેવાઇ હતી. પથારીવશ શખ્સની તબીયત બગડતા તેઓને પ્રથમ મંગવાણા અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમા સારવાર અર્થે લઇ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી .
આદિપુરની જયપાર સોસાયટીમાં યુવતીએ ગળેફાંસો ખાઇ મોત ને વ્હાલું કર્યું : આદિપુરના 1-એની જયપાર સોસાયટીના મકાન નંબર 210માં રહેનાર યુવતીએ થોડા સમયથી નોકરી મુકી ઘરે જ મહેંદી વગેરેનું કામ કરતી હતી. એક દોઢ વર્ષ પહેલા યુવતીની બહેને આપઘાત કરી લીધો હતો. ત્યારથી તે સુનમુન રહેતી હતી. તે દરમ્યાન તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે આગળની કાર્યવાહી આદિપુર પોલીસે હાથ ધરી હતી .
અંજારમાં યુવાનનું પોતાના ઘરે કોઇ કારણોસર મોત થયું : અંજારમાં વિજયનગર પ્ર ભાત નગર પ્લોટ નંબર 73માં આ મોતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર યુવાન સવારના આરસામાં પોતાના ઘરે બેભાન મળી આવ્યો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી
ભુજના જવાનની પત્ની ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો : મૂળ ડીંડવાણા જિલ્લો ધૌસા રાજસ્થાનના હાલે ભુજના આર્મીમાં નોકરી કરતા કેમ્પના કવાર્ટર્સમાં રહેતા શખ્સે ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ મુજબ તેમની પત્ની સોમવારની અડધી રાત્રે તેઓના ઘરની બહાર કોઇ અગમ્યકારણે લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને સારવાર અર્થે મિલિટરી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.