તમાકુ ની અસર બાબતે યુવાનોમાં જાગૃતતા લાવવા માટે પીએચસી કેરા મધ્યે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

EMO શ્રી ડો.કેશવ કુમાર સાહેબ ના માર્ગદર્શનમાં તથા ડો.ચાંદ મેડમ ના અધ્યક્ષ સ્થાને વિશ્વની સૌથી ઘાતક બીમારી એવી કેન્સરના જનક એવા તમાકુ ની અસર બાબતે યુવાનોમાં જાગૃતતા લાવવા માટે પીએચસી કેરા મધ્યે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું.જેમાં WHO દ્વારા આ વર્ષ ની થીમ
“તમાકુ ઉદ્યોગોનાં હસ્તક્ષેપ થી બાળકો નું રક્ષણ” આ થીમ તમાકુ ઉદ્યોગો ને હાનિકારક ઉત્પાદનો સાથે યુવાનો ને લક્ષ્ય બનાવવાથી રોકવા પર ઘ્યાન કેન્દ્રિત કરે છે જે અંતર્ગત PHC ખાતે આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
કેરા phc ના M.O.ડો. ચાંદ મેડમ, MPHS રાજેશભાઈ ગોર તેમજ FHS પ્રેમીલાબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન માં તમાકુ ના વ્યસન થી થતી ઘાતક અસરો વિશે આ કાર્યક્રમમાં ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો હતો તમાકુ ના વ્યસન થી થતા શારીરિક ,આર્થિક નુકશાન વિશે સમજણ આપવામાં આવી હતી તથા તમાકુ નિષેધ સંક્લ્પ લેવડાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્ર્મ માં CHO ,Mpw,Anm, આશા,આશા ફેસે. તથા કિશોર કિશોરીઓ હાજર રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યું હતું
પ્રા.આ.કેન્દ્ર કેરા