બિદડામાં લીલી ઝાડીનાં લાકડાંનો મોટો જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો

copy image

copy image

માંડવી તાલુકાના બિદડા ખાતે વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે કપાયેલ લીલી ઝાડીના લાકડાનો જથ્થો જપ્ત કરાયો હતો. લાકડાનો જથ્થો વાહોનોમાં ભરવામાં આવતો હતો.  ચાર વાહન કામગીરી દરમ્યાન જપ્ત કરાયા હતા. કચ્છ જેવા સુકા પ્રદેશમાં મોટી માત્રામાં કોઇ જ મંજૂરી  લીધા વગર કટિંગ કરાયેલ લીલી ઝાડીનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી વનગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાના  કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. વન વિભાગની આવી કાર્યવાહીના લીધે માંડવીમાં લીલી  ઝાડીનું  ગેરકાયદેસર કટિંગ અટકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.