અંજારના મોમાયનગરમાં કાપડના વેપારીના ઘેરથી 5,80,000 ની ચોરી

0
kebal chori
અંજારના મોમાયનગરમાં કાપડના વેપારીના ઘેરથી તસ્કરોએ 5,80,000 ની ચોરી કરતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. અંજાર પોલીસ સ્ટેશને લખાવેલી ફરિયાદ પરથી વિગતો આપતા પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે, શહેરના મોમાયનગરમાં રહેતા જગદી ગગુ વિરડાના મકાનમાં તસ્કરી થઈ છે. જગદીશભાઈ કપડાના વેપાર માટે મુંબઈ ગયા હતા. તે દરમિયાન ગત 26મી માર્ચથી આજે સવારના અરસા દરમિયાન તેમના ઘરમાંથી તસ્કરી થઈ હતી. અજાણ્યા તસ્કરો શખ્સોએ બંધ ઘરના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. અને પેટી પલંગમાં રાખેલા રોકડા રૂપિયા 2,90,000 ની ચોરી કરાઈ હતી. તેમજ સોનાનો હાર, હાંસડી, પાંચ વિંટી, ચાર નંગ બુટ્ટી, એક માળા,ચેઈન, પેન્ડલ તેમજ રૂદ્રાક્ષ મળીને કુલ 290 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી ગયા હતા. ત્યારે 2.90 લાખની રોકડ રકમ અને 2.90 લાખની દાગીના મળીને કુલ 5,80,000 ની તસ્કરી થતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *