આગામી લોકસભા સામાનય ચૂંટણી-૨૦૧૯ અન્વયે અસરકારક પ્રોહી-જુગારની અસામાજીક પ્રવૃતિ અટકાવવા માટે આપેલ સુચના અનુસંધાને અને ભરૂચ દહેજ મરીન પોલીસને મળેલ બાતમીના આધારે એક ટીમ બનાવી નાકાબંધી કરતા પોલીસ ટીમેએક તવેરા કારમાં લઈ જવાતો વિદેશી બિયરના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરાતા એક તવેરા ગાડી નંબર જીજે 16 બીએન 5805 ને અટકાવી તેની પૂછતાછ કરતા તેણે તેનું નામ સાદ્દીક મહમદ હુસેન મંસુરી રહે, મકદુમ પાર્ક, ન્યુ રસુલાબાદ સોસાયટી, મકતમપુર ભરૂચ હોવાનુ અને ડ્રાઇવરની બાજુની શીટ ઉપર બેસેલનું નામ લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ ભુરા રહે,દહેગામ તા.જી.ભરૂચ ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની કારની તલાસી લેતાં તેમાંથી વિદેશી બનાવટના બિયરના ટીન નંગ ર૧૬ કિંમત રૂ.૨૧,૬૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે બિયરના ટીન તેમજ ટવેરા કાર નંબર. જીજે 16 બીએન 5805 કિમત રૂ. ૫.૦૦,૦૦0 તથા મોબાઇલ નંગ-૪ કિંમત રૂ. ૧૬.૦૦૦ મળી કુલ રૂ. ૫,૪૦,૪૦૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોઓ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.