રાજકોટમાં પાટણના પટોળાની છેતરપિંડી કરતા બે શંકુઓ પકડાયા

પોલીસના જણાવ્યા પ્રમાણે ઇસમોઓએ ફેસબુકના મારફતે ફરિયાદીનો કોન્ટેકટ કર્યો હતો. તે બાદ 10 લાખની કિંમતના ચાર પટોળા સાથે તેમને રાજકોટ બોલેવ્યા હતા. જે બાદ ઇસમોઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી છરી દેખાડી 2.10 લાખના 4પટોળા લઈને નાસી ગયા હતા. જે બાબતની ફરિયાદ પોલીસને મળતા પોલીસે ઈસમ સુરેશભાઈ સુર્ષવંશી અને કેતન પીપડીયા નામના ઈસમની અટક કરી છે. તો સાથે જ તેમની અંગ જડતી કરતા 1 લાખ રૂપિયા રોકડા, 4 નંગ પાટણના પટોડા અને વેગેનાર કાર સહિત કુલ 4.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં બંને ઇસમોઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *