ભચાઉના લુણવામાં પોલીસ સાથે ઝપાઝપી કરવાના કેસમાં વધુ નવની ધરપકડ

copy image

copy image

  ભચાઉના લુણવામાં પોલીસ સાથે ઝપાઝપી કરવાના કેસમાં વધુ નવ આરોપીઓને પોલીસે દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભચાઉ તાલુકાના લુણવામાં મારામારી સંદર્ભે તપાસમાં ગયેલી પોલીસ સાથે બોલાચાલી, માથાકૂટ કરી ફરજમાં રૂકાવટના પ્રકરણમાં અગાઉ અમુક ઈશમોની અટક કરવામાં આવેલ હતી તેમજ અન્ય આરોપી શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા હતા, ત્યારે આ ફરાર આરોપી શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.