ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી એક યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

copy image

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર કુંભારડીની સીમમાં આવેલી એક ઝૂંપડપટ્ટી વસાહતમાં રહેનાર યુવતીને શનિદેવ મંદિર સામે રહેનાર શખ્સે `તું મને બહુ ગમે છે, તારી સાથે લગ્ન કરીશ’ તેવી લાલચ આપતો હતો. છેલ્લા દોઢેક વર્ષથી અત્યાર સુધી લગ્નના વાયદા કરી આરોપીએ યુવતી ઉપર વારંવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ભોગ બનનાર યુવતી સાથે લગ્ન ન કરી તેને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.