મેઘપરમાં બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો
અંજારના મેઘપર કુંભારડીની ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતા મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતું. મેઘપર કુંભારડીમાં ગોલ્ડન સિટી સોસાયટીના મકાન નંબર 39માં રહેનાર મહિલાએ રાત્રના આરસમાં ગળેફાંસો ખાઇ મોત ને વ્હાલું કર્યું હતું . આ મહિલા પોતાના ઘરે હતા તે દરમ્યાન તેમણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ મહિલા બિમારીથી પિડાતા હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.