ભુજમાં વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભુજમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસમ મંગલમ ચાર રસ્તા બાજુથી ખેંગારબાગ તરફ જઈ રહ્યો છે. ઉપરાંત પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતા આરોપી શખ્સને એક્ટિવા સાથે ઝડપી લીધો હતો. ત્યાર બાદ એક્ટિવા અંગેના આધાર-પુરાવા મગાતાં તે રજુ કરી શક્યો ન હતો. બાદમાં ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. જેથી પોલીસે તેને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકે સોપવામાં આવેલ છે.