વિદેશમાં જવાની લાલચ આપી લોકોની પાસેથી રૂપીયા પડાવી ભાગી જનાર મુખ્ય સુત્રધાર તેમજ તેના સાગરીતોને ઝડપી પાડતી માધાપર પોલીસ


ગઇ તા.૨૨/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદીશ્રી હસમુખ હરજીભાઇ સુથાર રહે. તુડીવાસ, નવાવાસ, માધાપર, તા.ભુજવાળાઓ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ હોય કે, આનંદભાઇ કોટક જેની માધાપર મધ્યે મહિ ડેરીની સામે ગ્રીન વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફીસ આવેલ છે તેઓ આજથી બે માસ પહેલા પેપરમાં શીશલ્સ, ઇથોપીયા, ન્યુઝીલેન્ડમાં સુથારીકામ તેમજ અન્ય મજુરીકામ તથા અલગ અલગ જગ્યાઓ માટે ઇચ્છા ધરાવતા લોકોની ભરતી કરવાની હોય તેવી પેપરમાં નોકરીમાં ભરતી બાબતેની જાહેરાત આપી લોકોને વિદેશમાં લઇ જવાની લાલચ આપીને લોકો પાસેથી કુલ્લે રૂપીયા-૨,૪૯,૦૦૦/- ની રકમ મેળવી ત્યારબાદ પોતે ફોન તેમજ ઓફીસ બંધ કરીને જતા રહેલ હોવાની ફરીયાદ આપતાં આ બાબતે છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધી આ કામેની આગળની તપાસ અત્રેના પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી વી.જી.પરમારનાઓને સોપવામાં આવેલ અને પાછળથી આવી રીતે આરોપી આનંદ કોટકનું છેતરપીડીમાં ભોગ બનેલા અન્ય માણસોનો સંપર્ક કરતાં જણાઇ આવેલ કે આરોપી આનંદ કોટક બીજા અન્ય લોકો પાસેથી પણ આવી રીતે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી રૂપીયા પડાવી લીધેલ છે અને આમ કુલ્લ છેતરપીડીનો આંકડો રૂપીયા-૧૫,૩૦,૦૦૦/- સુધી પહોચેલ.
સદર બનાવ આમ ગરીબ જનતાના રૂપીયાની છેતરપીડીનો ગંભીર પ્રકારનો હોય જેથી પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા વિકાલ સુંદ્રા સાહેબ, પોલીસ અપિક્ષક ભી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અપિક્ષક, ભુજ વિભાગ-ભુજનાઓબે સુંદર ગુના બાબતે તાત્કાલીક ઉડાણપુર્વકની તપાસ કરી અને ગુનામાં મંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા બાબતે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ.
જે સુચના-માર્ગદર્શન અન્વયે આરોપી આનંદભાઇ કોટક જે માધાપર મધ્યે પોતાની ઓફીસ બંધ કરી જતો રહેલ હોય અને તેનો ફોન પણ બંધ હાલતમાં હોય જેથી આરોપીને પકડવા સંભવીત જગ્યાઓ પાસે હયુમન રીસોસર્સ ઉભા કરી આરોપીની ભાડ મેળવવા તેના ઉપર સતત વોચ રાખતો જાણવા મળેલ કે, આરોપી કચ્છ-જીલ્લામાંથી ભાગી ગયેલ હોવાની હકિકત મળતાં જેથી આરોપીની ટેકનીકલ રીસોર્સથી સતત તેના લોકેશન મેળવવા પ્રયાસ કરતાં જાણવા મળેલ કે, મજકુર આરોપી હાલે અમદાવાદ મધ્યે હોટલ ભાગ્યોદયમાં રોકાયેલ હોવાની માહિતી મળતા જેથી મજકુર આરોપીને લેવા તાત્કાલીક પોલીસ ટીમ રવાના કરી મજકુર આરોપીને લોકેશન આધારે અમદાવાદથી લાવી આરોપી આનંદ કોટકની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે સફ આરોપીઓ ડાયાભાઇ ગાભાભાઇ રાજપુત રહે. ગાંધીધામ તથા અકબરઅલી મામદ બાફણ રહે. ભારાસર રેલ્વે ફાટકની બાજુમાં, માનકુવા તા.ભુજ તથા દિનેશ દેવજીભાઇ ભદ્રા રહે, ખડીયા વિસ્તાર, માનકુવા તા.ભુજવાળાઓ આજથી દોઢેક વર્ષ પહેલા ભુજ મધ્યે પ્લાન કરેલ કે, લોકોને વિદેશમાં નોકરી અપાવવાની પેપરમાં જાહેરાત આપી તે નોકરી પેટેના
10:40 AM
એડવાન્સમાં લોકો પાસેથી રૂપીયા પડાવી ચારે ભાગે વહેંચવાનું નકકી કરી માધાપરમાં માહિ ડેરી પાસે, ગ્રીન વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની બતાવવા પુરતી ઓફીસ ખોલેલ હતી અને અલગ અલગ લોકો પાસેથી આવી રીતે નોકરી અપાવવાના રૂપીયા-૬૫,૦૦,૦૦/- (પાંસઠ લાખ) જેટલા રૂપીયા મેળવેલ હોવાની કબુલાત આપતાં આ કામેના મુખ્ય આરોપી આનંદ ઉર્ફે લાલો હસમુખભાઈ કોટક (ઠકકર), ઉ.વ.-૩૩, ધંધો-પ્રા.નોકરી, રહે.-બાવરવાડી,નવાવાસ, માનકુવા,તા.-ગુજ-કચ્છ હાલે રહે.-ઠાકર મંદિરની બાજુમાં, જુનોવાસ, માનકુવા, તા.-ભુજ-કચક તથા સહ આરોપી- ડાયાભાઈ ગાભાભાઈ રાજપુત, ઉ.વ.-૫૪, ધંધો-મજુરીકામ, રહે.-ગાંધીધામ, સુંદરપુરી, પાણીના ટાંકાની બાજુમાં, રામબાગ રોડ, ભરવાડવાસ, જી.-કચ્છવાળાને અમદાવાદથી તેમજ અન્ય સહઆરોપી અકબરઅલી મામદ આમદ બાફણ, ઉ.વ.-૪૮, ધંધો-કન્સ્ટ્રકશન તથા ડ્રાઈવીંગ, રહે.-ભારાસર રેલ્વે ફાટકની બાજુમાં, માનકુવા,તા.-ભુજ-કચ્છ વાળાને જાણ થઇ જતાં જે અમદાવાદ ભાગી જવાની ફિરાકમાં હોઈ જેને હયુમન તથા ટેકનીકલ રીસોર્સથી તેને ભુજોડી બસ સ્ટેશન પાસેથી પકડી પાડવામાં આવેલ છે. અને અન્ય સહ આરોપી દિનેશભાઈ દેવજીભાઈ ભદ્રા, રહે.-માનકુવા ખડીયા વિસ્તાર,તા.-ગુજ-કચ્છ વાળાને પકડવા તપાસ ચાલુમાં છે. ઉપરોકત પકડાયેલ તમામ આરોપીઓના બેન્ક એકાઉન્ટ ફીઝ કરાવવામાં આવેલ છે. તેમજ આરોપીઓ ગુનાહિત કાવતરુ રચીને ગુનો આચરેલ હોય જેથી ગુનાહિત કાવતરાની કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) આનંદ ઉર્ફે લાલો હસમુખભાઈ કોટક (ઠકકર), ઉ.વ.-૩૩, ધંધો-પ્રા.નોકરી, રહે.-બાવરવાડી,નવાવાસ, માનકુવા,તા.-ભુજ-કચ્છ હાલે રહે.-ઠાકર મંદિરની બાજુમાં, જુનાવાસ, માનકુવા, તા.-ભુજ-કચ્છ
(૨) ડાયાભાઈ ગાભાભાઈ રાજપુત, ઉ.વ.-૫૪, ધંધો-મજુરીકામ, રહે.-ગાંધીધામ, સુંદરપુરી, પાણીના ટાંકાની બાજુમાં, રામબાગ રોડ, ભરવાડવાસ, જી.-કચ્છ
(3) અકબરઅલી મામદ આમદ બાફણ, ઉ.વ.-૪૮, ધંધો-કન્સ્ટ્રકશન તથા ડ્રાઈવીંગ, રહે.-ભારાસર રેલ્વે ફાટકની બાજુમાં માનકુવા, તા.-ભુજ-કચ્છ
પકડવા પર બાકી આરોપી
દિનેશભાઈ દેવજીભાઈ ભદ્રા, રહે.-માનકુવા ખડીયા વિસ્તાર, તા.-ભુજ-કચ્છ
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ કામેના આરોપીઓ આજથી દોઢેક વર્ષ પહેલા ભુજ મધ્યે ફિલગાર્ડન પાસે કાવતરુ કરેલ હતું કે, લોકોને વિદેશમાં નોકરી અપાવવાની પેપરમાં ખોટી જાહેરાત આપી લકો પાસેથી નોકરી અપવવાના એડવાન્સમાં રૂપીયા લઇ ચાર ભાગમાં વહેંચવાનું નકકી કરી માધાપરમાં માહિ ડેરી પાસે, ગ્રીન વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ 10:40 AM
નામની બતાવવા પુરતી ઓફીસ ખોલેલ હતી ત્યારબાદ અલગ અલગ લોકો પાસેથી આવી રીતે નોકરી અપાવવાનું જણાવીને રૂપીયા ૬૫,૦૦,૦૦/- (પાંસઠ લાખ) જેટલા રૂપીયા પડાવેલ છે.
કામગીરી કરનાર પો.અધિકારી/પો કમ વારી
આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા, તથા પો.સબ.ઈન્ડા શ્રી વી.જી.પરમાર, બી.એ.ડાભી તથા પો.હેડકોન્સન્સ ભરતકુમાર ચતરાભારથી ગોસ્વામી જયપાલભાઇ દિલુભા જાદવ વિ. માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ નોંધ- આવી રીતે કોઇપણ વ્યકિતી છેતરપીડીનો ભોગ બનેલ હોય તો માધાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.