ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સો ઝડપાયા

copy image

copy image

ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ચાર  શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 5540 હસ્તગત  કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારના  ગરબી ચોકમાં  રાતના આરસામા  પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચવામાં આવી  રહ્યા હતા.તે  દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર  રમતા અને  પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 5540 હસ્તગત કરવામાં આવ્યા હતા.