રાજકોટ : ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સામંતભાઇ ગઢવી, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ ગોંડલ રસ્તા પર રમતેશ્વર મહાદેવ મંદિર સામે વી. કે. એન્ટરપ્રાઇઝ નામની દૂકાન સામે થેલા સાથે ઉભો છે અને એ થેલામાં દારૂની બોટલો છે. આ વિગતો પરથી તેને સકંજામાં લઇ કાર્યવાહી કરતાં થેલામાંથી બ્લેન્ડર્સ પ્રાઇડ અને સિગ્નેચર બ્રાંડની રૂ. ૩૨૪૦૦ની ૩૬ બોટલો મળી આવતાં જપ્ત કરી આ ઈસમની અટક કરી હતી. પુછતાછમાં પોતાનું નામ કૌશિક ઉર્ફ મુન્નો કનુભાઇ ચુડાસમા (ખવાસ) (ઉ.૪૫-ધંધો વેપાર, રહે. વિરાણી ચોક શેરી નં. ૩, વિશાલ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫, બીજો માળ) જણાવ્યું હતું. એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, હેડકોન્સ. રાજેશભાઇ, સામતભાઇ, કોન્સ. રઘુભા વાળા, સિધ્ધરાજસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી. આ ઈસમ દારૂ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની કાર્યવાહી થઇ રહી છે.