ગુરૂકુળ વિસ્તારના સિંધુ વર્ષા ફાઉન્ડેશનમાં રહેતા મહેશ મંગનાણીએ નિતેષ ગાંગજી મહેશ્વરી પાસેથી દારૂની બોટલો મંગાવતા શ્યામ કલ્યાણ મહેશ્વરી તથા નિતેષ ગાંગજી મહેશ્વરી મોટર સાયકલ નંબર જીજે ૧ર સીડી રર૯૯ ઉપર ડિલિવરી આપવા આવતા એલસીબીની ટીમે મહેશ નારૂ મંગનાણી તથા કિશોર ડાયા મહેશ્વરી અને શ્યામ કલ્યાણ મહેશ્વરીને રૂ.1,400 ની કિંમતની ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ચાર બોટલ રૂ.10,000 ની કિંમતના ત્રણ મોબાઈલ અને રૂ.20,000ની કિંમતની બાઈક મળી કુલ રૂ.31,400ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. દરોડા દરમ્યાન નિતેષ મહેશ્વરી નાસી છુટયો હતો.