કાળી તળાવડીમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સ પકડાયા : બે ફરાર

copy image

copy image

ભુજ તાલુકાના કાળી તળાવડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ખેલી ઝડપાયા હતા જ્યારે બે નાસી છૂટયા હતા. પદ્ધર પોલીસ મથકના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઇ તથા હે.કો.ને સંયુક્ત બાતમી મળી હતી કે કાળી તળાવડીમાં મહેશ્વરી સમાજવાડીની બાજુમાં તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. આથી પદ્ધર પોલીસે દરોડો પાડી શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 10,290 તથા બે મોબાઇલ કિં. રૂા. 5,500નો મુદ્દામાલ જપ્ત કરી  પાંચે જુગારી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.