આદિપુરમાં ઘરમાં ઘૂસીને તસ્કરો દ્વારા 56 હજારના મુદ્દામાલની ચોરી

kebal-chori

copy image

copy image

આદિપુરમાં રહેણાંક મકાનમાંથી જયારે ભચાઉ તાલુકાનાં બંધડીમાં કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતા. ગાંધીધામ અને ભચાઉમાં ચોરીના ત્રણ બનાવમાં 1.53 લાખની ચોરી થઈ હતી. ગાગોદરમાં  વાડીમાંથી કેબલ તફડાવી જવાયો હતો.  સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આદિપુરમાં ઘરફોડ ચોરીનો બનાવ શહેરના વોર્ડ 3બીમાં વૈષ્ણવી એપાર્ટમેન્ટમાં 202 નંબરના ફલેટમાં બન્યો હતો. સવારના  5 વાગ્યાથી 7 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં અપપ્રવેશ કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તસ્કરો અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ ફોન ચોરી ગયા હતા. વહેલી સવારમાં બનેલા ચોરીના બનાવના પગલે  ચકચાર પ્રસરી છે. પોલીસ મથક માં  નોંધાવેલ  ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભચાઉ તાલુકાના બંધડીમાં  કોક ઈન્ડિયા કોર્પ કંપનીના બંધ રૂમમાં ચોરીનો બનાવ ગત તા. 21 મેના રાત્રીના બે વાગ્યાથી સવારે 5 વાગ્યાના અરસામાં  બન્યો હતો. તસ્કરોએ સ્કેનર તેની 23 સ્પ્રીંગ અને લોખંડનો  200 કીલો ભંગાર સહિત 25,600ની કીમતની  મુદામાલની  ચોરી  કરી હતી. કંપનીના ડીરેકટરની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાગોદર પાસે નેશનલ હાઈવે નજીક એક શખ્સનાં ખેતરથી મોજરમાર વાડી વિસ્તાર   ખેતર સુધી વિજળીની લાઈનના તાર તસ્કરો ચોરી ગયા હતા. તસ્કરો થ્રી ફેઝ ઈલેકટ્રીક લાઈનના  થાંભલા ઉપરથી 34 એમ એઁમના 30 ગાળાના  વાયર ચોરી  ગયા હતા. ચોરાઉ એલ્યુમીનીયમ કેબલની કીમત રૂ. 72000 આંકવામાં આવી છે. અત્રે નોંધીનીય  છે કે અગાઉ પણ વાગડમાં અને કચ્છમાં વીજળીના તાર ચોરી જવાની ઘટના બહારમાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.