માદક પદાર્થ પોષડોડા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગે.કા રીતે ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હકીકત આધારે આશાપુરા નગર મ.નં.૩૧ સર્વે નંબર ૨૦૦ મેઘપર બોરીચી તા.અંજારમાં પરસોત્તમ રાધોમલ રીજવાની પોતાના કબ્જાના મકાનમાં ગે.કા રીતે વગર પાસ પરમીટે માદક પદાર્થ પોષડોડા વેચાણ અર્થે રાખેલ હોય જે બાતમી આધારે રેઇડ દરમિયાન તપાસ કરતા માદક પદાર્થ પોષડોડા વજન ૧૩.૭૫૦ કિલો ગ્રામ કિ.રૂ.૪૧,૨૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ -૧૯૮૫ હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અટક કરેલ આરોપીઓ:- (૧) પરસોત્તમ રાધોમલ રીજવાની ઉ.વ.૩૭ રહે,આશાપુરા નગર મ.નં. ૩૧ સર્વે નંબર ૨૦૦ મેધપર બોરીચી તા.અંજાર(મુદ્દામાલ વેચાણ કરનાર) પકડવાના બાડી આરોપી:-(૨) તખુભા જાડેજા રહે.હારીજ (મુદ્દામાલ વેચાણ કરવા આપનાર) મુદ્દામાલની વિગત- (૧) માદક પદાર્થ પોષડોડા વજન ૧૩.૭૫૦ કિલો ગ્રામની કિ.રૂ.૪૧,૨૫૦/- (૨) રોકડા રૂપિયા ૨૨૦૦/- (3) મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- (૪) ડીજીટલ વજનકાંટો નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦/- (૬) ડ્રાઈવીંગ લાયસન્સ તથા લાઈટ બીલ કિ.રૂા.00/00 કુલ કિ.રૂા. ૫૦,૪૫૦/-નો મુદ્દામાલ ઉપરોકત કામગીરીમાં એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પો.ઈન્સ. એસ.ઓ.જી તથા એન.કે.ચૌધરી પો.સબ.ઇન્સ. તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.