પૈયા પાસે માર્ગ અકસ્માતમાં તુગાના યુવાનનું મોત
copy image

ખાવડા બાજુ ધોરાવર-પૈયા વચ્ચે બોલેરો ગાડીએ બાઇકને અડફેટે લેતાં તુગાના યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું, જ્યારે તેમની સાથે બે બાઇક સવાર યુવાન ઘાયલ થયા હતા . તુગાથી ખાવડા તરફ બાઇકથી તુગાના યુવાન અને તેની સાથે બે શખ્સ આવી રહ્યા હતા, ત્યારે ધોરાવરથી પૈયા બાજુ પુલિયા પાસે સામેથી આવતી બોલેરો ગાડીના ચાલકે ગાડી બેદરકારી-ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જતાં બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું. જ્યારે યુવાન ની સાથે બે શખ્સો ને પણ ઘવાતાં તેઓને સારવાર હેઠળ ખસેડાયા હતા . આ અંગે મૃતકના ભાઇએ ખાવડા પોલીસ મથકે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.