મુંદરામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી

copy image

copy image

મુંદરા પોલીસ વિસ્તારમાં આવતા ક્ષેત્રમાં દારૂની ડ્રાઈવ દરમ્યાન મુંદરા પોલીસે સપાટો બોલાવી એક દિવસમાં 10 કેસમાં દેશી દારૂ 131 લિટરનો મુદ્દામાલ પકડી પાડયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના હેઠળ પી.આઈ. દ્વારા દારૂ સંબંધિત ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફે અલગ-અલગ ટીમ બનાવી મુંદરામાં અલગ-અલગ વિસ્તારોમાંથી 10 પ્રોહિબિશનના દારૂ વેચાણના કેસ શોધી કાઢયા હતા. 131 લીટર દેશી દારૂ તથા છ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.