Skip to content
કરજણ તાલુકાના સરીગામમાં રહેતા જશોદાબેન બાલકૃષ્ણ સોમેશ્વર ઠાકરના ઘરમાંથી કોઇ અજાણ્યા શખ્સે હાથ ફેરો કરી રૂપિયા ૨,૩૫,૦૦૦ની મતાની તસ્કરી કરતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગામ સારીંગ તાલુકો કરજણ જિલ્લો વડોદરામાં રહેતા જશોદાબેન ઠાકરના ઘરમાં ગત પાંચમી માર્ચના રોજ રાત્રીના અરસામાં કોઇ અજાણ્યા ચોર શખ્સોએ ઘરના પાછળના દરવાજેથી પ્રવેશ કરી ઘરમાં રહેલી તિજોરી તથા કબાટનો સામાન વેરવિખેર કરી જશોદાબેન જે આગળના ઓરડામાં સુતા હતા. તે રૂમના શોકેસમાં કબાટનું તાળું તોડી તેમાં મુકેલ પર્સમાંથી સોનાની બંગડી નંગ ૨ વજન આશરે ૩ તોલા કિંમત રૂપિયા ૮૦,૦૦૦, સોનાની ચેઇન નંગ ૧ વજન આશરે ૨ તોલા કિંમત રૂપિયા ૬૦,૦૦૦, સોનાની ચેઇન નંગ ૧ વજન આશરે દોઢ તોલા કિંમત રૂપિયા ૪૫,૦૦૦, સોનાના ચુડા નંગ ૨ વજન આશરે ત્રણ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, સોનાની વિંટી નંગ ૨ વજન એક તોલા કિંમત રૂપિયા ૩૦,૦૦૦, સોનાની બુટ્ટી નંગ ૨ વજન ખબર નથી કિંમત રૂપિયા આશરે ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૩૫,૦૦૦ ના સોનાના દાગીનાની પર્સ સાથે તસ્કરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.