કાર્ગો આઝાદનગરમાંથી રૂ. 3,500નો શરાબ મળ્યો આરોપી ફરાર

ગાંધીધામના કાર્ગો વીસ્તારમાં આવેલા આજાદનગરના રહેણાકના ઘરમાં બાતમીના આધારે પાડેલા દરોડા દરમીયાન બી-ડિવિઝન પોલીસને રૂ. 3,500ની કિંમતના અંગ્રેજી દારૂના ક્વાર્ટરીયા મળી આવ્યા હતા પણ ઈસમ દરોડા દરમીયાન ફરાર રહ્યો હતો. લોકસભાની ચુંટણીનો માહોલ છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે ઉદ્દેશથી ચાલી રહેલા કડક કોમ્બીંગ દરમીયાન બાતમીના આધારે કાર્ગો વિસ્તારના આજાદનગર ખાતે રહેતા જશીબેન દિનેશભાઇ વાઘેલાના રહેણાકના ઘરમાં દરોડો પાડી રૂ. 3,500 ની કિંમતના 35 ક્વાર્ટરીયા જપ્ત કર્યા હતા, પરંતુ દરોડા સમયે મહીલા ઈસમ જશીબેન વાઘેલા હાજર મળ્યા ન હતા. એ-ડિવિઝન પોલીસે કોમ્બિંગ દરમીયાન સુંદરપુરી ચાર રસ્તા નજીક રાત્રિના આરસામાં વિજય શ્રવણ પારેક નામના યુવાનને પીધેલી હાલતમાં જીજે 12 ડીએ 9628 નંબરની રૂ. 2,00,000 ની કિંમતની કાર ચલાવીને જઇ રહ્યા હતા ત્યારે ઝડપી પાડી તેના વિરૂધ્ધ એમવી એક્ટની કલમ  હેઠળ ગુનો નોંધ્યો હતો, તો રેલવે સ્ટેશન પાસેના સર્વિસ રસ્તા ઉપર રૂ. 2,00,000 ની કીંમતની જીજે 06 એયુ 4934 નંબરની કાર પીધેલી હાલતમાં ચલાવીને જઇ રહેલા પ્રતાપસિંહ ઉદુભા વાઘેલાને ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગુનો લખાવયો હતો. અને મામલતદાર કચેરી નજીકથી જે 12 બીએ 5324 નંબરની બાઇક લઇ પીધેલી હાલતમાં જઇ રહેલા ચંદ્રપ્રકાશ રામકુમાર ચૌધરીને ઝડપી તેના વિરૂધ્ધ ગુનો લખાવયો હતો, તો વોર્ડ-9/બી ત્રણ રસ્તા નજીક રાત્રિના અરસામાં સોનલનગર ઝુંપડામાં રહેતા 23 વર્ષના સાજીદ હનિફભાઇ મોવરને રૂ. 50ની કિંમતની છરી સાથે ઝડપી લીધો હતો. મીઠીરોહર સીમમાં રેલવે ફાટક ન઼બર 231 પાસેથી રૂ.700ની કીંમતના 35 લીટર દેશી દારૂના જથ્થો બી-ડિવિઝન પોલીસે કબ્જે કર્યો હતો. પરંતુ દરોડા દરમિયાન મીઠીરોહર રહેતો શખ્સ ઇબ્રાહીમ ઓસમાણ વારા નાસી જવામાં સફળ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *